Establishment Year : 1985
મોડાસાની સરસ્વતી વિદ્યાલયની છાત્રાઓએ ઓનલાઈન રજુ કરેલી કોરોનાથી બચવાની કૃતિ જીલ્લામાં પ્રથમ નંબરે વિજેતા
ગુજરાત રાજયની રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ હરિફાઈ તાજેતરમાં સંપન્ન થઈ.
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સવોદય હાઇસ્કુલ માં યોજાઈ હતી જેમાં આપણી શાળાનો પ્રથમ નંબર આવેલ છે આ વિદ્યાર્થીઓ ઝોનમાં અમદાવાદ મુકામે જશે
ટ્રીપલ બેસ્ટ સ્કૂલ એવોર્ડ વિજેતા શાળા શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિધાલયનો પંચામૃત કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો. વિદ્યાર્થીઓમાં અંતર્નીર્હિત કલાઓને ખીલવીને મંચ ઉપર રજૂ થતી..
અરવલ્લી જિલ્લાનું ચતુર્થ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલયમાં યોજાઈ ગયો. જી. સી.ઈ.આર.ટી. ડાયેટ ઈડર, જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત આ પ્રદર્શનમાં પ્રાથમિક-માધ્યમિક-ઉ.મા. ની કુલ પ૦ કૃતિઓ રજૂ થયેલ હતી.
મોડાસામાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લીમાં NCSTC ગુજકોસ્ટ પ્રેરિત બાળ વિજ્ઞાન યોજાયો. તેમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય પ્રથમ ક્રમાંક મેળવ્યો.
મોડાસા તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-ર૦૧૮-૧૯ લીંભોઈ ખાતે યોજાયો. તેમાં શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય પ્રથમ ક્રમાંક મેળવ્યો.
શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા ખાતે ૭૨ મા સ્વાતંત્ર્ય પર્વની ઉીજવણી શાનદાર રીતે કરવામાં આવી. જેમાં ઉમા કેળવણી મંડળના પ્રમુખશ્રી મોહનભાઈના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.
જિલ્લા શિક્ષાણાધિકારીશ્રીની કચેરી,અરવલ્લી અને શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસાના સંયુકત ઉપક્રમે મહિલા સશકિતકરણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
તાજેતરમાં યોજાયેલ મોડાસા તાલુકાની ખોખોની સ્પર્ધા માં મોડાસાની ખ્યાતિપ્રાપ્ત શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય ની ભાઈઓ ની ટીમ ચેમ્પિયન બની હતી પણ જ્યારે બહેનોની ટીમ રનર્સ અપ બની હતી.
તા.ર૪/૭/૧૮ના રોજ શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કૂલમાં મોડાસા તાલુકાનો મહાકલાકુંભ યોજાયો હતો.જેમાં શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયના બાળકો તેમજ શિક્ષક કલાકારોએ ભાગ લીધેલ
સમગ્ર રાજયમાં સરકારશ્રી ધ્વારા ઓરી-રૂબેલા રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયત્નોથી શાળાઓમાં ૧પ વર્ષથી નીચેના બાળકોને રસીકરણની શરૂઆત થઈ.
૨૧/૬/૧૮ વિશ્વયોગ દિન નિમિતે યોગાભ્યાસ કરી રહેલા શાળાના વિદ્યાર્થીઓ , નગરજનો, સંચાલક મંડળના સભ્યો , તથા શાળા પરિવારે યોગદિનની ઉજવણી કરી.
તાજેતરમાં જ તા.૧૪/૬/ર૦૧૮ના રોજ મોડાસાની અગ્રીમ શાળા શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસામા ટેકનિકલ શિક્ષાણના માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાઈ ગયો..
મોડાસા નગરની લબ્ધ પ્રતિષ્ઠિત શાળા શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિધાલયમાં... શાળા-સ્થાપના કાળથી શરૂ થયેલી એક અનોખી પરંપરા... કે 'શાળાકીય વર્ષનો પ્રથમ દિવસ ગાયત્રી ઉપાસના અને ગાયત્રી પરિવારની શુભેચ્છાઓ સાથે' ઉજવાઈ ગયો...
અમારી શાળામાં અરવલ્લી જિલ્લાનો ચતુર્થ યુવામહોત્સવ યોજાયો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર,શ્રી ઉમા કેળવણી મંડળ પ્રમુખ મોહનભાઇ પટેલ, મંત્રી રણછોડભાઈ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ચંદુભાઈ પટેલ...
તા. ૦પ/૦૮/ર૦૧૭ શનિવારના રોજ અરવલ્લી જિલ્લાની શાળાકીય વોલીબોલ સ્પર્ધા સરસ્વતી વિધાલય, મોડાસા મુકામે યોજાઈ હતી. જેમાં ભાઈઓની સ્પર્ધામાં સરસ્વતી વિધાલયની ટીમ ચેમ્પીયન બની હતી અને બહેનોની ટીમ રનર્સ-અપ થઈ હતી.
આપણી શાળાના ભુતપૂર્વ વિધાર્થી ડો ભાવેશ પી. પટેલ( નિરામય હોસ્પિટલ કામરેજ સુરત) ના સૌજન્યથી સ્વાઈન-ફલ્યુ વિરોધી આયુર્વેદીક ઉકાળાનું આયોજન.
શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા ખાતે ૭૧ મા સ્વાતંત્ર્ય પર્વની ઉીજવણી શાનદાર રીતે કરવામાં આવી. જેમાં ઉમા કેળવણી મંડળના પ્રમુખશ્રી મોહનભાઈના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.
જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રીની કચેરી ધ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ-ર૦૦૯ અને રાઈટ ટુ એજયુકેશન રુલ્સ-ર૦૧ર સંદર્ભે ઓરીએન્ટેશન વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું.
તા. ૧૦/૭/ર૦૧૭ ના રોજ અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ યાત્રીઓ માર્યા ગયા.આ કાયરતાપૂર્ણ કૃત્યનો વિરોધ કરી, મૃતકોના આત્માની શાંતિ અર્થે શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય પરિવાર દ્વારા મોૈન પ્રાર્થના કરવામાં આવી હતી.આતંકવાદને ડામવા વડાપ્રધાનશ્રી ધ્વારા લેવાઈ રહેલ પગલાંની પ્રશંસા કરી, હજુ વધુ કડકાઈપૂર્વકની કાર્યવાહી કરવા આગ્રહપત્ર મોકલવા નકકી કરેલ હતું.
રાજ્યપારિતોષિક પ્રાપ્ત કરનાર પ્રિ.ડૉ.જિજ્ઞેશ સુથાર
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com