શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા
અરવલ્લી જિલ્લા કલાઉત્સવ - ર૦૧૯
તા :- ર૧/૧૧/ર૦૧૯
ગુરૂવાર
સમગ્ર શિક્ષાા અભિયાન, ગાંધીનગરના સહયોગથી અરવલ્લી જિલ્લા શિક્ષાણાધિકારીશ્રીની કચેરી અને અમારી શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલયના સંયુકત ઉપક્રમે આયોજિત કલાઉત્સવ ર૦૧૯ (અરવલ્લી જીલ્લા) ની ઉજવણી કરવામાં આવી.
સુંદર શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં અમારી શાળાના પટાંગણમાં ગુરૂવાર તા -ર૧-૧૧-૧૯ના રોજ સવારે ૮:૩૦ કલાકે કલામહોત્સવનો આરંભ કરવામાં આવ્યો. સૌ પ્રથમ શાળાની બાલિકાઓ દ્વારા સુંદર મજાની પ્રાર્થના કરવામાં આવી તથા શાળાના આચાર્યશ્રી ડૉ. જીજ્ઞેશભાઈ સુથાર સાહેબે પધારેલ મહેમાનોનું શબ્દપુષ્પથી સ્વાગત કર્યું. અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. ત્યાર પછી ફુલછડી થી શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી પટેલ વિનોદભાઈએ પધારેલ મહેમાનશ્રીઓનુ સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક્રમ જીલ્લા શિક્ષાણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલના હસ્તે દિપ પ્રાગટય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો ત્યારપછી શાળાના વિદ્યાર્થીઓને પ્રમુખશ્રી મોહનભાઈ પટેલે પ્રેરણાદાયી પ્રવચન આપ્યું અને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી શ્રી સમીરભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીઓને સરળ ભાષ્ાામાં પ્રેરણાદાયી પ્રસંગોને વણી લઈ પ્રવચન આપ્યું ત્યારબાદ શ્રીમતી ગાયત્રીબેન પટેલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ શિક્ષાણાધિકારી કચેરીના E.I. શ્રી મોહનભાઈ ખાંટ સાહેબે પણ વિદ્યાર્થીઓને જુદીજુદી સ્પર્ધાઓ માટે પ્રોત્સાહિત પ્રવચન આપ્યુ.
કલા મહોત્સવની વિવિધ સ્પધર્ાઓની શરૂઆત બરાબર ૯ : ૩૦ કલાકે થઈ. જુદીજુદી શાળામાંથી આવેલ સ્પર્ધકોએ ખેલદીલીપૂર્વક પોતાની કલાની રજૂઆત કરી. તેમાં લોકનૃત્ય, હળવુકંઠય સંગીત, લોકવાધ, ચિત્રકલા જેવી સ્પર્ધાઓની શરૂઆત શાળાના જુદાજુદા સ્ટેજ તેમજ રૂમોમાં યોજવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમમાં આમંત્રિત નિર્ણાયકશ્રીઓએ ખુબજ ચીવટપૂર્વક નિર્ણય આપ્યો. તેને શાળાના વિદ્યાર્થીઓ તથા શાળા પરિવારે સ્પર્ધકોને તાળીઓ દ્વારા પ્રોત્સાહિત કર્યા અને શાળાના સુપરવાઈઝરશ્રી મનુભાઈ પટેલે આભારવિધી કરી. રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો ત્યારપછી પધારેલ મહેમાનો, શિક્ષાકો, સ્પર્ધકો સાથે ભોજન લઈ છુટા પડયા.