Establishment Year : 1985
તા. ૧૦/૭/ર૦૧૭ ના રોજ અમરનાથયાત્રીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ યાત્રીઓ માર્યા ગયા.આ કાયરતાપૂર્ણ કૃત્યનો વિરોધ કરી, મૃતકોના આત્માની શાંતિ અર્થે શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય પરિવાર દ્વારા મોૈન પ્રાર્થના કરવામાં આવી હતી.આતંકવાદને ડામવા વડાપ્રધાનશ્રી ધ્વારા લેવાઈ રહેલ પગલાંની પ્રશંસા કરી, હજુ વધુ કડકાઈપૂર્વકની કાર્યવાહી કરવા આગ્રહપત્ર મોકલવા નકકી કરેલ હતું. પ્રીન્સીપાલ ર્ડા.જિજ્ઞેશ સુથાર તથા વિનોદ પટેલ (પ્રા.વિ) ના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના ર૩૭પ સભ્યોના નામ અને સહી સાથેનો ૬૩ ફૂટ લાંબો,૩૩૬ ગ્રામ વજનનો આગ્રહપત્ર તૈયાર કરવામાં આવેલ હતો.આ આગ્રહપત્ર ,અરવલ્લી જિલ્લા કલેકટર શ્રીમતિ શાલિની અગ્રવાલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એ.પી.ઝાલા સમક્ષ, શાળાનાં પ્રતિનિધિરૂપ વિદ્યાર્થીઓ ધ્વારા પ્રસ્તુત કરીને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મોકલેલ હતો.
રાષ્ટી્રય સમસ્યા અંગે સભાનતા કેળવી, દેશદાઝ વિકસાવનાર આ નવતર પ્રયોગ બદલ મંડળના પ્રમુખશ્રી મોહનકાકા,મંત્રીશ્રી હંસરાજભાઈ એ શાળા પરિવારને અભિનંદન પાઠવેલ હતા.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com