Blog Detail

Establishment Year : 1985

02774 243480

ર.જી.નં. ઈ/૧૩૪૫/ સા.કાં.
 Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School

Page Title

Home / Blog / / વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

  September 18,2026

શ્રી ઉમા કેળવણી મંડળ દ્વારા સંચાલિત

શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય, મોડાસા

શાળાનો ડાયસ કોડ: 24270106118વિભાગ: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

અહેવાલ: ‘વિકસિત ભારત ૨૦૪૭’ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન

તારીખ:૧૮/૦૯/૨૦૨૬
સ્થળ:શાળા સભાખંડ, શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, મોડાસા
૧. પ્રસ્તાવના:
                                    શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, મોડાસા ખાતે વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ, તર્કશક્તિ અને વક્તૃત્વ કળાનો વિકાસ થાય તેમજ દેશના ભવિષ્ય પ્રત્યે જાગરૂકતા આવે તે હેતુથી તારીખ ૧૮/૦૯/૨૦૨૬ ના રોજ શાળાના સભાખંડમાં ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિષય પર એક ભવ્ય વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શાળાના મ.શિ.શ્રી એચ.વી.પટેલ સાહેબ ધ્વારા કરવામાં આવ્યું.  દેશના આઝાદીના અમૃત કાળમાં ૨૦૪૭ ના ભારતનું ચિત્ર યુવા પેઢીના વિચારોમાં કેવું છેતે અભિવ્યક્ત કરવા  માટેનોઆ એક વિશેષ અને પ્રેરણાદાયી મંચ હતો.

૨. કાર્યક્રમનો પ્રારંભ અને મંચસ્થ મહાનુભાવો:


            કાર્યક્રમનો પ્રારંભ સવારે ૧૦:૦૦ કલાકે શાળાના સભાખંડમાં ઈશ્વર વંદના અને દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. શાળાના આચાર્યશ્રી, નિર્ણાયકશ્રીઓ અને શિક્ષકગણની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને સ્પર્ધાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો. આચાર્યશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં વક્તૃત્વ કળાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આવા વિષયો પર બોલવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને દેશના જવાબદાર નાગરિક બનવાની ભાવના કેળવાય છે.

૩. સ્પર્ધકોની પસંદગી અને ભાગીદારી:
આ વક્તૃત્વ સ્પર્ધામાં શાળાના દરેક વર્ગમાંથી પ્રતિનિધિત્વ મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું: શાળાના પ્રતિ વર્ગમાંથી પસંદ કરાયેલા ૨ વિદ્યાર્થીઓ.
કુલ સ્પર્ધકો: શાળાના તમામ વર્ગોમાંથી મળીને કુલ ૨૮ વિદ્યાર્થી ભાઈ-બહેનો.સ્પર્ધકોએ"વિકસિત ભારત ૨૦૪૭" અંતર્ગત શિક્ષણ, ટેકનોલોજી, આત્મનિર્ભરતા, પર્યાવરણ રક્ષણ અને યુવા શક્તિ જેવા વિવિધ પાસાઓ પર પોતાના વિચારો અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કર્યા હતા. સભાખંડમાં ઉપસ્થિત અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી વક્તાઓને પ્રોત્સાહિત કર્યા હતા.


૪. નિષ્પક્ષ મૂલ્યાંકન અને નિર્ણાયક મંડળ:
        સ્પર્ધાનું મૂલ્યાંકન અત્યંત પારદર્શક અને નિષ્પક્ષ રીતે થાય તે માટે શાળાના જ અનુભવી શિક્ષકશ્રીઓની નિર્ણાયક તરીકે વર્ણી કરવામાં આવી હતી:ડૉ. ડી. કે. પટેલ (ઉચ્ચતર માધ્યમિક વિભાગ)શ્રી પી. એસ. અસારી (માધ્યમિક વિભાગ)બંને નિર્ણાયકશ્રીઓએ વિદ્યાર્થીઓના વિચાર-પ્રવાહ, ભાષા શુદ્ધિ, ઉચ્ચારણ, રજૂઆતની શૈલી અને સમય મર્યાદા જેવા વિવિઘ માપદંડોના આધારે ઝીણવટભર્યું અને નિષ્પક્ષ મૂલ્યાંકન કર્યું હતું.

૫. નિર્ણાયકશ્રીઓનું માર્ગદર્શન:
         સ્પર્ધાના અંતે નિર્ણાયકશ્રી ડૉ. ડી. કે. પટેલ અને શ્રી પી. એસ. અસારીએ વિદ્યાર્થીઓને વક્તૃત્વ કળા સુધારવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ભાગ લેનાર તમામ ૨૮ સ્પર્ધકોની તૈયારી અને આત્મવિશ્વાસના મુક્ત મને વખાણ કર્યા હતા.

૬. સમાપન અને આભારવિધિ:


                   આયોજનને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનો અને બિન-શૈક્ષણિક સ્ટાફે ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિતકરવામાં આવ્યા હતા અને ભાગ લેનાર તમામ ૨૮ વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા.અંતમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને આ પ્રેરણાદાયી વક્તૃત્વ સ્પર્ધાનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સમાપન કરવામાં આવ્યું હતું.

Tags : ,