અમારી શાળામાં અરવલ્લી જિલ્લાનો ચતુર્થ યુવામહોત્સવ યોજાયો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર,શ્રી ઉમા કેળવણી મંડળ પ્રમુખ મોહનભાઇ પટેલ, મંત્રી રણછોડભાઈ પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ચંદુભાઈ પટેલ, જિલ્લાશિક્ષણાધિકારી એ.પી. ઝાલા,આચાર્ય સંઘ પ્રમુખ એન.ડી. પટેલ, રતીભાઈ જી પટેલ, રાજુભાઇ સી પટેલ, મહેન્દ્રભાઇ પી પટેલ, ઇશ્વરભાઇ એમ પટેલ, રસિકભાઈ જે પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કન્વીનર કનુભાઈ જોષી, ઓ.એસ અશોકભાઇ પટેલ, વિનુભાઇ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્ય જિજ્ઞેશભાઈ સુથારે આ પ્રસંગે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો.