ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપિ સૂર્યનમસ્કાર સ્પર્ધા - 2023 -24 અંતર્ગત નગરપાલિકા વોર્ડ 2-3 ની સ્પર્ધા શ્રી એચ એલ પટેલ સરસ્વતી વિદ્યાલય મોડાસા મુકામે મોડાસા યોજાઈ જેમાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ(હોસ્ટેલ)ના પ્રમુખશ્રી જગદીશભાઈ આર પટેલ તથા શ્રીમતી કંચનબેન (સુપરવાઈઝર)શ્રી વિનોદભાઈ (આચાર્ય શ્રી)શ્રીહિતેશભાઈ સાહેબ તથા ઝોન કોર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા તથા યોગ કોચ રાજેશભાઈ પટેલ ઉપરોક્ત સ્પર્ધા ને દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો જેમાં 55 - ભાઈઓ અને 15 - બહેનો કુલ - 70 સ્પર્ધકોએ ભાગ લીધેલ જેમાં પંડ્યા માન્ય ધ્રુવભાઈ ધો-5 પ્રથમ પટેલ રિદ્ધિ શૈલેષભાઈ ધો-9પ્રથમ વણકર મણીભાઈ વી. -પ્રથમ સોલંકી સમ્રાટ એ. - પ્રથમ
ચમાર શીતલ આર .-પ્રથમ
વાળંદ નિલેશભાઈ બી .-પ્રથમ નંબર મેળવેલ હતો .જેના નિર્ણાયક તરીકે શ્રી એમ. વી.ચંપાવત ,શ્રી નિલેશભાઈ વાળંદ, શ્રી રાજેશભાઈ પટેલ ,શ્રી જયેન્દ્રભાઈ મકવાણા એ ઉત્તમ કામગીરી કરેલ.સૌ વિજેતા સ્પર્ધકો ને અભિનંદન પાઠવ્યા હતા.જેઓ હવે પછી નગરપાલિકા કક્ષા ની સ્પર્ધા તા: 23 /12/ 23 ના રોજ રોજ સરસ્વતી વિદ્યાલય મુકામે યોજાશે .સૌ સ્પર્ધકો ને શુભેચ્છાઓ