જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીશ્રીની કચેરી ધ્વારા રાઈટ ટુ એજયુકેશન એકટ-ર૦૦૯ અને રાઈટ ટુ એજયુકેશન રુલ્સ-ર૦૧ર સંદર્ભે ઓરીએન્ટેશન વર્કશોપ નું આયોજન કરવામાં આવેલ હતું. શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયમાં આયોજિત આ વર્કશોપમાં સમગ્ર અરવલ્લી જિલ્લાની સ્વનિર્ભર પ્રાથમિક શાળાના આચાર્યો ઉપસ્થિત હતા.આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ડી.ડી.ઓ માનનીય સ્તુુતિ ચારણેે ઉપસ્થિત રહી અગત્યના મુદ્દાઓની છણાવટ કરી હતી અને માર્ગદર્શન આપેલ હતુ. જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી શ્રી ડૉ .એ.કે.પટેલે, બાળકો માટેના મફત અને ફરજિયાત શિક્ષાણ અધિનિયમ વિષે વિગતવાર માહિતી આપેલ હતી. સરકારશ્રીની યોજનાનો જરૂરતમંદ વિદ્યાર્થિઓ લાભ લે અને આગળ આવે તે જોવા સૂચન કર્યું હતું.
નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારી શ્રી સમીર પટેલે પણ પી.પી.ટી. ના ઉપયોગથી ટેકનીકલ-કાયદાકીય બાબતોની સમજ આપી હતી.ઉપસ્થિત સૌ મહેમાનો-મહાનુભાવોનું સરસ્વતી વિદ્યાલયના આચાર્ય ડૉ.જિજ્ઞેશ સુથારે ભાવભીનું સ્વાગત કર્યું હતું . મંત્રી શ્રી હંસરાજભાઈની ઉપસ્થિતમાં આયોજિત કાર્યક્રમ માટે શ્રી વિનોદ પટેલ (પ્રા.વિ)તથા બી.સી.બારોટ (ઈ.મી.સ્કૂલ)અને ડી.પી.ઓ કચેરીએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમથી સ્વનિર્ભર શાળાના આચાર્યો ઘણી બધી સમસ્યાઓ - મુંઝવણોનો ઉકેલ મળ્યો હતો.