Establishment Year : 1985
શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિધાલય, મોડાસા ખાતે ૭૧ મા સ્વાતંત્ર્ય પર્વની ઉીજવણી શાનદાર રીતે કરવામાં આવી. જેમાં ઉમા કેળવણી મંડળના પ્રમુખશ્રી મોહનભાઈના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. શાળાના બાળકો ધ્વારા દેશભકિતને અભિનયમાં કંડારતા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. આ પ્રસંગે ગુજરાતની નામાંકિત સંગીત કોલેજ વડોદરાના પ્રાધ્યાપક અને મોડાસા નગરના પનોતાપુત્ર શ્રી ડો. ગૌરાંગભાઈ એ. ભાવસાર સાહેબ ઉપસ્થિત રહી તબલાંના તાલને આબેહૂબ ઢબે રજૂઆત કરી બધાંને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને જીવનમાં સંગીતનું મહત્વ સમજાવ્યું હતુ. સમગ્ર ભારતમાં તબલામાં પી.એચ.ડી. કરનાર ગણ્યાગાંઠયા વ્યકિતઓ પૈકી ગૌરાંગભાઈ એક છે શાળાના કર્મઠ આચાર્યશ્રી ડો. જિજ્ઞેશભાઈ સુથારે બધાને શબ્દો રૂપી પુષ્પોથી આવકાર્યા હતા. અને વિશિષ્ટ સિધ્ધિ બદલ બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. સદર કાર્યક્રમમાં શ્રી બિહારીભાઈ જે. પટેલ(પૂર્વઆચાર્ય, સાકરિયા હાઈસ્કૂલ) અને શ્રી માલજીભાઈ ગોવિંદભાઈ દેસાઈ (ધો.૧૦માં પ્રથમ આવનાર કુ. શિવાનીના વાલી) મહેમાન તરીકે ઉપસ્થિત રહયા હતા. સમાજના અગ્રગણ્ય વ્યકિતઓ, મંડળના હોદે્દારો તેમજ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. વીર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મંત્રીશ્રી હંસરાજભાઈએ બધાને અભિનંદન આપ્યા હતા.
Tags : સ્વાતંત્ર્ય પર્વની,
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com