શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસા ખાતે ઈકો કલબ ધ્વારા યોજાઈ ગયેલ વૃક્ષાારોપણ કાર્યક્રમ
તાજેતરમાં તા.૩૦/૭/ર૦૧૯ ના રોજ મોડાસા નગરની રાજય અને રાષ્ટ્રકક્ષાા સુધી નામાંકિત થયેલ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલયમાં તેની ઈકોકલબ ધ્વારા રપ૦ થી વધુ છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું ૧૦૦૦ જેટલા છોડવઓનું બાળકોને 'એક બાળક એક વૃક્ષા'ના વળતર સૂત્ર 'હેઠળ વિતરણ કરવામાં આવ્યું અને તેના જતન અને ઉછેરની જવાબદારી સોંપવામાં આવી.
શાળામાં વાવેલ છોડવાઓને વર્ગ અને ધોરણ પ્રમાણે જાળવણીની જવાબદારી સોપાઈ આ તબકકે ઈકો કલબ કન્વીનરે શ્રી હિતેશભાઈ પટેલ વૃક્ષાો અને પર્યાવરણનું મહત્વ તથા સહ કન્વીનર શ્રી જયેશભાઈ ઉપાધ્યાયે વૃક્ષા અને વિજ્ઞાન ના પારસ્પરિક સંબધને ઉજાગર કરતું પ્રવચન કયું.
આ તબકકે શાળા આચાર્ય પ્રિ. ડૉ.જિજ્ઞેશભાઈ સુથાર મંંડળ પ્રમુખ શ્રી મોહનભાઈ પટેલ,મંત્રીશ્રી રણછોડભાઈ પટેલ તથા સમગ્ર શાળા-પરિવારે ઈકો કલબની આ કામગીરીને બિરદાવી હતી.