ટ્રીપલ બેસ્ટ સ્કૂલ એવોર્ડ વિજેતા શાળા શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિધાલયનો પંચામૃત કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો. વિદ્યાર્થીઓમાં અંતર્નીર્હિત કલાઓને ખીલવીને મંચ ઉપર રજૂ થતી જોવી એટલે આ શાળાનો વાર્ષિકોત્સવ આ સાથે શાળાના વયનિવૃત્ત થતા શિક્ષાકોશ્રી નરસિંહભાઈ રાજવી તથા શ્રી દિનેશભાઈ ગરો અને ધો. ૧૦ - ૧રનો શુભેચ્છા વિદાય સમારંભ સંપન્ન થયો. તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિધ્ધીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માન અને વાલી સંમેલનના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ-વડીલો-દાતાઓ અને મહેમાનો ઉપસ્થિત રહેલ હતા.
નિવૃત્તિ સન્માન સમારંભમાં સમારંભ અધ્યક્ષ આર.કે. પટેલ, ઉદ્દઘાટક માનનીય જિલ્લા શિક્ષાણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ, મુખ્ય મહેમાન શ્રી રણવીરસિંહ ડાભી, આમંત્રિત મહેમાનો શ્રી અમૃતભાઈ, જી.એસ. પટેલ, શ્રીમતિ માલવિકા ચૌધરી, શ્રી અશ્વિનભાઈ પટેલ અને શ્રી મનોજભાઈ પ્રજાપતિએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
વાર્ષિકોત્સવ પ્રસંગે સમારંભ અધ્યક્ષ શ્રી મોહનભાઈ પટેલ, ઉદ્ઘાટકશ્રી સુભાષભાઈ શાહ, મુખ્યમહેમાનશ્રી કમલેશભાઈ પટેલ અને આમંત્રિત મહેમાનો શ્રી રણછોડભાઈ, શ્રી મગનભાઈ અને શ્રી હીરાલાલની ઉપસ્થિતિ પ્રેરક બની રહી.
સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના રપ૦૦ જેટલાં બાળકોએ સમૂહ ભોજન લીધેલ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સુંદર આયોજન પ્રિ. ડૉ. જિજ્ઞેશભાઈ સુથાર તથા ટીમ સરસ્વતીએ કરેલ હતુ. પ્રા.વિ.ના શ્રી વિનોદભાઈ, શ્રી બી.સી. બારોટ, શ્રી અશોકભાઈ પટેલ તથા અન્ય કર્મચારી મિત્રોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી.