Establishment Year : 1985
સમગ્ર રાજયમાં સરકારશ્રી ધ્વારા ઓરી-રૂબેલા રસીકરણ ઝૂંબેશ ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ આરોગ્ય અને શિક્ષણ વિભાગના સહિયારા પ્રયત્નોથી શાળાઓમાં ૧પ વર્ષથી નીચેના બાળકોને રસીકરણની શરૂઆત થઈ. શ્રી એચ.એલ.સરસ્વતી વિદ્યાલયમાં વેકસીનેશન ઝૂંબેશનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. અરવલ્લી જિલ્લા સમાહર્તા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, આચાર્યશ્રી ડૉ. .જિજ્ઞેશ આર. સુથારની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ - વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. શાળાના લગભગ ર૦૦૦ બાળકોને રસી આપવામાં આવી હતી. મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ, ઉપપ્રમુખ આર.કે.પટેલ, મંત્રીશ્રી રણછોડભાઈએ બાળકોના સ્વાસ્થ્ય માટે ઉપકારક આ ઝૂંબેશ માટે સરકારશ્રી તથા આયોજકોને અભિનંદન પાઠવેલ હતા.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com