તાજેતરમાં યોજાયેલ મોડાસા તાલુકાની ખોખોની સ્પર્ધા માં મોડાસાની ખ્યાતિપ્રાપ્ત શ્રી એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય ની ભાઈઓ ની ટીમ ચેમ્પિયન બની હતી પણ જ્યારે બહેનોની ટીમ રનર્સ અપ બની હતી. આ અગાઉ યોજાયેલ તાલુકા કક્ષાની વૉલીબૉલ સ્પર્ધામાં સરસ્વતી વિધ્યાલયની ભાઈઓ બહેનો બંનેની ટીમ વિજેતા બની હતી. આમ સરસ્વતી વિદ્યાલય ના ખેલાડીઓએ તાલુકામાં શાળાનું નામ રોશન કરેલ છે
આ તબક્કે તમામ ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષકો શ્રીમતી અન્નપૂર્ણાબેન. શ્રી રાજુભાઇ. શ્રી રમેશભાઈ. શ્રી નિલયભાઇ તથા અન્ય શાળાના આચાર્ય જીજ્ઞેશભાઈ સુથાર મંડળના પ્રમુખશ્રી મોહનભાઈ મંત્રીશ્રી રણછોડભાઈ ઉપપ્રમુખશ્રી આર કે પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવેલ હતા