Establishment Year : 1985
શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસાની અમારી વેબસાઈટ ધ્વારા આપને મળતાં હર્ષ અનુભવીએ છીએ. શ્રી ઉમા કેળવણી મંડળ,મોડાસા ધ્વારા ૧૯૮પ માં સ્થપાયેલી શ્રી સરસ્વતી વિદ્યાલય,શિક્ષાણસેવા માટે કટિબધ્ધ છે.પ્રગતિનાં સોપાન સર કરતાં કરતાં આજે આ સંસ્થા બાલમંદિર થી ૧ર સાયન્સ(ગુજરાતી માધ્યમ) અને જુનિ.કે.જી થી ધો.૧૦(અંગ્રેજી માધ્યમ) સુધીનું શિક્ષણ આપે છે.શાળામાં અત્યારે રપ૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા શિક્ષક-બિનશિક્ષાક કર્મચારીઓ શિક્ષણરત છે.
નગરની મધ્યમાં શાંત-સલામત અને વિશાળ શૈક્ષણિક સંકુલ,આધુનિક ભૌતિક -શૈક્ષણિક સુવિધાઓથી સજજ આ સંસ્થા ૩પ વર્ષ પૂરા કરી ચૂકી છે.આ યાત્રા દરમ્યાન NCERT દિલ્હી અને ગુવરાત સરકારનાં શિક્ષણ વિભાગ ધ્વારા મળેલ એવોર્ડ થકી આ શાળા 'ટ્રીપલ બેસ્ટ સ્કૂલ એવોર્ડ વિજેતા શાળા' હોવાનું ગૌરવ અનુભવે છે.શાળાના આચાર્યશ્રી પ્રિ.જિજ્ઞેશ સુથારને આ સંસ્થા,સમાજ અને શિક્ષણ ક્ષેત્રની તેમની સેવાઓને બિરદાવતાં, રાજય સરકાર ધ્વારા 'શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિક ર૦૧૬' પ્રાપ્ત થયેલ છે. આ સિધ્ધીઓ શાળાની શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રગતિનો માપદંડ છે.
સંનિષ્ઠ શાળાપરિવાર,જાગૃત વાલીઓ અને ઉત્સાહ વિદ્યાર્થીઓની મહેનતથી શાળા ઉતમ પરિણામો હાંસલ કરે છે. વિદ્યાર્થીના સર્વાંગી, વિકાસ માટે શાળા, સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાન-ટેકનોલોજી, રમતગમત જેવાં ક્ષત્રો માટે પૂરતી તકો પૂરી પાડે છે. જેના પરિપાક રૂપે શાળા આંતરરાષ્ટ્રીય કરાટે સ્પર્ધા રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો, નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોગ્રેસ, રાષ્ટ્રીય યુવા ઉત્સવ આઈડીયેટ ઈન્ડીયા,રાષ્ટ્રીય પરિસંવાદ-પેપર પ્રેઝન્ટેશનમાં ભાગ લઈ ચૂકી છે.આ સિવાય તાલુકાથી માંડી રાજય સ્તર સુધી અનેક સ્પર્ધાઓમાં વિજેતા-ચેમ્પીયન બની છે.અટલ ટીંકરીંગ લેબોરેટરી,રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ જેવી પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીઓ નવતર પ્રયોગો કરતા થાય છે અને તેમની સર્જનશીલતા, કૌશલ્યો ખીલવે છે.
શાળાની આગવી-ઉજળી પરંપરાઓ,નવતર પ્રયોગો થકી ઉતમ ભાવાવરણ-પર્યાવરણ ઉભુ થયું છે.શિસ્ત,સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ એ અમારી આગવી ઓળખ છે. વિદ્યાર્થીઓ સ્પાર્ધાત્મક પરિક્ષાઓ માટે પણ સજજ થાય તે હેતુથી સરસ્વતી કેરીયર ગાઈડન્સ સેન્ટર અને પુસ્તક પરબ કાર્યરત છે. ભાષા સજજતા માટે શબ્દસેતુ અને માતૃભાષા અભિયાન કેન્દ્ર,સ્પોકન ઈંગ્લીંશ કલબ પ્રવૃત છે.શાળાનો દરેક વિદ્યાર્થી તેની ઈશ્વરદત ક્ષામતા ઓળખે,વિકસાવે અને જે તે ક્ષેત્રોમાં આગળ વધે તેવી કાળજી લેવાય છે. આ બધાના પરિપકરૂપે શાળાના પૂર્વવિદ્યાર્થીઓ,અનેક વિધ ક્ષેત્રોમાં સંસ્થાનોમાં સરકારમાં પ્રતિષ્ઠિત સ્થાનો પર બિરાજમાન છે.
શાળાની વેબસાઈટ પર શાળાની પ્રવૃતિઓ- પરિણામ-પ્રગતિની સમાચાર ઉપરાંત અન્ય શૈક્ષણિક-વહીવટી માહિતી પણ ઉપલબ્ધ છે.સંચાલક મંડળ,શાળા પરિવાર, વાલી-વિદ્યાર્થીઓ વચ્ચેનું પ્રત્યાયન ઝડપી,અસરકારક અને પારદર્શક બને એ મુખ્ય હેતુ બર આવે તે જરૂરી છે. ડીઝીટલાઈઝેશન અને સમયની ખેતાણના આ સમયમાં કોમ્યુનીકેશન ટેકનોલોજીની આ સુવિધાનો મહતમ ઉપયોગ કરીએ તે સૌના હિતમાં છે. આપના હકારાત્મક સૂચનો,ફીડબેકથી આ શિક્ષણયાત્રા ઉધ્ર્વગામી બને તેવી અભ્યર્થતા.
''સ્વપ્નોના વાસ્તવિકકરણ થકી જીવનનું ઉત્સવીકરણ'' એ અમારુ શાળાસૂત્ર છે.શાળામાં પ્રવેશ,પામતા દરેક વિદ્યાર્થીના સ્વપ્નોને અનુરૂપ તકો,માર્ગદર્શન,અને શિક્ષાણ પૂરા પાડવા શાળા પરિવાર પ્રયત્નશીલ રહે છે.અમારા આ જ્ઞાનયજ્ઞ અને આપના સાથ સહકાર થકી, વિદ્યાર્થીઓનું જીવન પુષ્પની જેમ ખીલે-મહેકે અને તેનો લાભ સમાજ-રાષ્ટ્ર વિશ્વને પહોચેં તેવી પ્રભુ,પ્રાર્થના સાથે વિરમું છું. જયહિંદ
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com