Establishment Year : 1985
Smt. J.H.K Saraswati Shishu Vihar, Sant Shri Nathurambapa Sarswati Primary Section, Saraswati English Medium School
શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,મોડાસાની અમારી વેબસાઈટ ધ્વારા આપને મળતાં હર્ષ અનુભવીએ છીએ. શ્રી ઉમા કેળવણી મંડળ,મોડાસા ધ્વારા ૧૯૮પ માં સ્થપાયેલી શ્રી સરસ્વતી વિદ્યાલય,શિક્ષણસેવા માટે કટિબધ્ધ છે.પ્રગતિનાં સોપાન સર કરતાં કરતાં આજે આ સંસ્થા બાલમંદિર થી ૧ર સાયન્સ(ગુજરાતી માધ્યમ) અને જુનિ.કે.જી થી ધો.૧૦(અંગ્રેજી માધ્યમ) સુધીનું શિક્ષણ આપે છે.શાળામાં અત્યારે રપ૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ જેટલા શિક્ષક-બિનશિક્ષક કર્મચારીઓ શિક્ષણરત છે.
શાળાના પ્રિન્સીપાલ ર્ડા. જિજ્ઞેશ સુથાર, એમ.એસ.સી, એમ.એડ, એલ.એલ.બી., પીએચ.ડી ની શૈક્ષણિક લાયકાત ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ દરમ્યાન તેઓએ સતત ત્રણવાર યુનિવર્સિટી સુવર્ણચંન્દ્રક પ્રાપ્ત કરેલ છે. પ વર્ષ શિક્ષક અને રપ વર્ષની શિક્ષણક્ષેત્રે કરેલ આચાર્ય તરીકેની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવતાં, રાજય સરકારે તેઓનુ વર્ષ : ર૦૧૬ માં શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિકથી સન્માન કરેલ છે.
પ્રિ. ર્ડા. જિજ્ઞેશભાઈના માર્ગદર્શન અને શાળા પરિવારના પરિશ્રમ થકી ઉત્તમ બોર્ડ પરિણામો ઉપરાંત સાહિત્ય, સંગીત, કલા, વિજ્ઞાનના ક્ષેત્રે શાળા રાષ્ટ્રીય સ્તર સુધી પહોંચેલ છે.વિધાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે કટિબધ્ધ, આ શાળાને સતત ત્રણ વાર શ્રેષ્ઠ શાળા અને એકવાર હેલ્થ એવોર્ડ મળેલ છે. શાળાના વિધાર્થીઓના તેમના પ્રત્યેના આદર – પ્રેમ થકી ઉત્તમ ભાવાવરણ કેળવાય છે.
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા
C/o, શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી વિદ્યાલય,
તાલુકા પંચાયતની પાછળ, માલપુર રોડ,
મોડાસા. જિલ્લો:-અરવલ્લી
મો.૬૩૫૭૨૮૩૬૪૧
શ્રી ઉમા કેળવણી મંડળ, મોડાસા © 2019 | Designed & Developed By : www.pcubeweb.com